ફિલ્મ OMG 2 તેની જાહેરાત બાદથી જ ચર્ચાનો વિષય બની હતી. આખરે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે 

ફિલ્મનો પહેલો ભાગ હિટ સાબિત થયો હતો, એટલા માટે બીજા ભાગ પાસેથી પણ ઘણી અપેક્ષાઓ હતી 

ફિલ્મ ઓહ માય ગોડ 2 ની વાર્તા શ્રેષ્ઠ છે. તેની વાર્તા સામાજિક સંદેશ પણ આપે છે 

આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી ભગવાનના ભક્તની ભૂમિકામાં છે. આ પાત્રમાં પંકજે હંમેશની જેમ શાનદાર અભિનય કર્યો છે. દર્શકોને પણ તેનો રોલ ઘણો પસંદ આવ્યો છે 

આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવનો સંદેશવાહક બન્યો છે. તે કેવી રીતે ભક્તને મુશ્કેલીમાંથી બચાવે છે તે ફિલ્મમાં જોવા જેવું છે 

યામી ગૌતમે વકીલની ભૂમિકામાં અમીટ છાપ છોડી છે. યામીના રોલના ખૂબ વખાણ થઈ રહ્યા છે 

અક્ષય કુમારની ફિલ્મમાં અરુણ ગોવિલ પણ જોવા મળે છે. આ ફિલ્મમાં અરુણનું મહત્ત્વનું પાત્ર છે 

અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 1 કરતા પણ વધુ કમાણી કરે તેવી અપેક્ષા છે