સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પ્રિય પુત્રી સારા અલી ખાન તેનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. 

12 ઓગસ્ટ 1995ના રોજ જન્મેલી સારા અલી ખાન સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની પુત્રી છે. 

સારાએ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ કેદારનાથથી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. 

બોલિવૂડની વર્સેટાઈલ અભિનેત્રી સારા અલી ખાન તેની સુંદરતા અને અદભૂત અભિનય માટે પ્રખ્યાત છે. આ સિવાય સારા તેની વજન ઘટાડવાની જર્નીનાં કારણે પણ ચર્ચામાં છે 

સારા અલી ખાને માત્ર દોઢ વર્ષમાં પોતાનું 40 કિલો વજન ઘટાડ્યું હતું. સારાનું વજન હવે 96 કિલો નથી પરંતુ સારા સ્લિમ અને ફિટ બની ગઈ છે 

રિપોર્ટ્સ અનુસાર, ફાસ્ટ ફૂડ છોડીને સારાએ વજન ઘટાડવાની જર્નીમાં સલાડ અને બાફેલા શાકભાજી ખાવાનું શરૂ કર્યું 

આ સિવાય સારાએ પોતાના ડાયટમાં લો કેલેરી ફૂડનો પણ સમાવેશ કર્યો હતો. સારા અલી ખાન તેના વજનને નિયંત્રિત કરવા માટે જીમમાં ભારે વર્કઆઉટ સાથે કલાકો સુધી પરસેવો પાડે છે 

સારાની દિનચર્યામાં યોગ પણ સામેલ છે. સારા તેની ક્રેવિંગ ને સંતોષવા માટે અઠવાડિયામાં એકવાર ચીટ ડે પણ રાખે છે