ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. અગાઉ તેની સ્ટાર કાસ્ટે સ્વતંત્રતા દિવસની બપોર એક રેસ્ટોરન્ટમાં વિતાવી હતી 

ધ આર્ચીઝ ના સ્ટાર્સ સુહાના ખાન, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા અને અન્યોએ મુંબઈની એક રેસ્ટોરન્ટમાં લોકોને ભોજન પીરસીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી 

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન વ્હાઇટ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. સુહાના ખાને લોકોને ભોજન પીરસ્યું હતું. 

સુહાના ખાનની સ્ટાઇલે લોકોના દિલ જીતી લીધા હતા. સુહાના ખાનના ચાહકો તેની સુંદર સ્મિત પર ફિદા થઈ રહ્યા છે. 

બોની કપૂરની દીકરી ખુશી કપૂર પણ તેના કો-સ્ટાર્સ સાથે જોવા મળી હતી. ખુશી કપૂરે પણ લોકોને ભોજન પીરસ્યું હતું 

અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા ફિલ્મ 'ધ આર્ચીઝ'માં જોવા મળશે. તેણે પણ મુંબઈ ની રેસ્ટોરન્ટમાં લોકોને ભોજન સર્વ કર્યું હતું 

ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ આર્ચીઝ'ની લોકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મથી ત્રણ સ્ટારકિડ્સ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે 

ફિલ્મ 'ધ આર્ચીઝ'ના સ્ટાર્સ સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત નંદા સાથે ફિલ્મના અન્ય સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.