બોલિવૂડમાં છોટે નવાબના નામથી પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 

સૈફ અલી ખાન પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે 

સૈફ અલી ખાનનો જન્મ 16 ઓગસ્ટના રોજ દિલ્હીમાં થયો હતો. તે અભિનેત્રી શર્મિલા ટાગોર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટૌડીનો પુત્ર છે 

સૈફે તેનું શાળાકીય શિક્ષણ લોરેન્સ સ્કૂલ, સનવર, હિમાચલ પ્રદેશમાં પૂર્ણ કર્યું, અને ત્યારબાદ લોકર્સ પાર્ક સ્કૂલ અને વિન્ચેસ્ટર કોલેજમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો, જે બંને યુકેમાં છે 

અભ્યાસ પૂરો કરીને સૈફ જ્યારે યુકેથી પાછો ફર્યો ત્યારે તેણે દિલ્હીમાં એક એડવર્ટાઈઝિંગ ફર્મમાં થોડા મહિનાઓ સુધી કામ કર્યું 

એક પારિવારિક મિત્રએ તેના પર દબાણ કર્યું ત્યારે તેણે ગ્વાલિયરમાં ટીવી કોમર્શિયલ એડ માં અભિનેતા તરીકે કામ કર્યું.

તમને જાણીને નવાઈ લાગશે કે સૈફ અલી ખાન 'પરંપરા' પહેલા એક ફિલ્મમાં કામ કરી રહ્યો હતો, પરંતુ તેના અનપ્રોફેશનલ વર્તનને કારણે તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. 

સૈફે એક ઈન્ટરવ્યુમાં આ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો અને તેણે ફિલ્મ છોડવાનું કારણ જણાવ્યું હતું. સૈફે જણાવ્યું કે તેની પહેલી ફિલ્મ, જે તેને છોડવી પડી હતી, તે હતી 'બેખુદી'.