પોતાના અજીબોગરીબ સ્ટાઈલ અને લુકને કારણે હંમેશા હેડલાઈન્સમાં રહેતી ઉર્ફી જાવેદ ફરી એકવાર અનોખા આઉટફિટમાં પાપારાઝીના કેમેરામાં કેદ થઈ ગઈ છે. 

આ દરમિયાન ઉર્ફીના લુકને જોઈને લોકોના મનમાં ફરી એકવાર મૂંઝવણ થઈ ગઈ છે 

આ તસવીરોમાં ઉર્ફી જાવેદ બ્લેક કલરના હેન્ડ શેપ ડિઝાઈન ટોપમાં જોવા મળી રહી છે, જે ખૂબ જ અલગ અને વિચિત્ર અંદાજમાં દેખાય છે 

ઉર્ફી જાવેદે બ્લેક પેન્ટ સાથે હેન્ડ શેપ ડિઝાઇન વાળું ટોપ પહેર્યું છે 

આ દરમિયાન ઉર્ફી જાવેદે પોનીટેલમાં તેના વાળ બાંધ્યા હતા 

આ આઉટફિટ સાથે ઉર્ફી જાવેદ ગ્લોસી મેકઅપ લુકમાં જોવા મળી રહી છે 

ઉર્ફી જાવેદના હાથના આકારના આ ટોપમાં લાલ રંગના નખની ડિઝાઇન પણ હતી 

ઉર્ફી જાવેદ નું આ ખૂબ જ વિચિત્ર ટોપ જોઈને લોકો તેને જોરદાર ટ્રોલ કરતા પણ જોવા મળે છે