બોલિવૂડ એક્ટર સુનીલ દત્તનો પુત્ર સંજય દત્ત ઘણા વિવાદોમાં ફસાયેલો રહ્યો છે. જેના કારણે અભિનેતાને ઘણી વખત બગડેલ(વંઠેલ)નો ટેગ મળ્યો છે 

સલીમ ખાનનો પુત્ર સલમાન ખાન વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. લોકો સલમાન ખાનને વંઠેલ અને ઘમંડી પણ કહે છે. 

સૈફ અલી ખાન બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોરનો પુત્ર છે. સૈફ અલી ખાન ને તેના વલણને કારણે ઘણો ટ્રોલ કરવામાં આવે છે 

ઋષિ કપૂર અને નીતુ સિંહ ના પુત્ર રણબીર કપૂરને પણ બગડેલો(વંઠેલ)નું  ટેગ મળ્યું છે. રણબીર કપૂર પણ ઘણી વખત જાહેરમાં શરાબી લુકમાં જોવા મળ્યો છે 

રાજ બબ્બરના પુત્ર પ્રતિક બબ્બરનું નામ પણ વિવાદોમાં સપડાયું હતું. પ્રતિક બબ્બરને પણ વંઠેલ સ્ટાર કિડનો ટેગ મળ્યો છે. 

અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યા બાદ આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી ચર્ચામાં આવ્યો હતો. જેના કારણે અભિનેતાનું નામ પણ બગડ્યું હતું 

બોલિવૂડના જાણીતા અભિનેતા શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરની પોલીસે રેવ પાર્ટીમાં ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. જે બાદ તે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો 

ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાનનું જીવન પણ ઘણા વિવાદોમાં રહ્યું છે. જેના કારણે ફરદીન ખાન ઘણી વખત ટ્રોલ થઈ ચૂક્યો છે