બદલાતા સમય અનુસાર ખાણીપીણીમાં પણ બદલાવ આવે છે. શિયાળામાં આપણે વધારે ઉર્જા આપનારા ભોજનની જરૂર પડે છે. જો તમે વિશેષ રીતે બાજરીનું સેવન કરો છો. તો તમને સારૂં સ્વાસ્થ્ય અને ઉર્જા મળશે.

બાજરી કેલ્શિયમથી ભરપૂર હોય છે. અને તમે કોઇપણ કેલ્શિયમના વિકલ્પની જગ્યાએ તેને ખાઇ શકો છો.

શિયાળાના દિવસોમાં બાજરી ખાવાથી શરીરમાં ગરમાહટ બની રહે છે. અને આજ કારણ છે કે ઠંડીની સીઝનમાં લોકો વધારે બાજરીનો રોટલો ખાય છે.

 બાજરીમાં ટ્રાયપ્ટોફેન અમીનો એસિડ મળે છે. જે ભૂખને ઓછી કરે છે. અને સવારે નાશ્તામાં બાજરો ખાવાથી લાંબા સમય સુધી ભુખ લાગતી નથી. અને પેટ ભરાયેલું રહે છે.

 તેમાં મોટી માત્રામાં ડાયટ્રી ફાયબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જે જાડાપણું ઘટાડવામાં મદદ કરે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન