બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે.
અભિનેત્રીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજકારણી ફહાદ અહમદ સાથે લગ્ન કર્યા હતા
પહેલા ફહાદ અને સ્વરાએ કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ બંનેએ મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા
લગ્નના થોડા દિવસો બાદ સ્વરા ભાસ્કરે ખુશખબર સંભળાવી હતી.
તાજેતરમાં, અભિનેત્રીએ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ ફોટોશૂટ દરમિયાન અભિનેત્રી સ્વરા ભાસ્કર સફેદ ગાઉન માં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
આ દરમિયાન સ્વરા ભાસ્કર નો પતિ ફહાદ તેના પર પ્રેમ વરસાવતો જોવા મળે છે.
તસવીરો સામે આવતા બી-ટાઉનના આ કપલ પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે