બોલિવૂડ એક્ટર સની દેઓલ આ દિવસોમાં પોતાની ફિલ્મ 'ગદર 2'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. 

આ ફિલ્મે અત્યાર સુધીમાં 460.55 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

'રક્ષાબંધન' ના અવસર પર સની દેઓલ તેની મહિલા ચાહકો પાસે રાખડી બંધાવવા પહોંચ્યો હતો.

ગદર 2 નો 'તારા સિંહ' તેની બહેનો પાસે રાખડી બંધાવ્યા બાદ ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો.

આ દરમિયાન સની દેઓલ સફેદ રંગની ટી-શર્ટ અને ડેનિમમાં જોવા મળ્યો હતો, આ સાથે તેણે માથા પર કેપ પણ પહેરી હતી 

આ દરમિયાન સની દેઓલે થિયેટર માં જઈ ને ચાહકો પાસે રાખડી બંધાવી હતી.  

ત્યારબાદ સની દેઓલે તેના ચાહકો સાથે વાતચીત પણ કરી હતી 

સની દેઓલ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.