રુબીના દિલાઈક અને અભિનવ શુક્લા વિશે ઘણા સમયથી સમાચાર આવી રહ્યા છે કે આ કપલ જલ્દી પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે
હવે આખરે રૂબીના દિલાઈકની પ્રેગ્નન્સી વિશે કન્ફર્મ સમાચાર આવી રહ્યા છે. અભિનેત્રીએ પોતે આ સારા સમાચારની પુષ્ટિ કરી છે
મીડિયા રિપોર્ટ અનુસાર, રૂબીના હાલમાં ચાર મહિનાની ગર્ભવતી છે અને આવતા વર્ષે તે બાળકને જન્મ આપશે.
રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે રૂબિના દિલાઈકથી સંબંધિત એક વ્યક્તિએ મીડિયા સાથેની વાતચીતમાં તેની પ્રેગ્નન્સીની પુષ્ટિ કરી છે
રૂબીનાના પ્રેગ્નન્સીના સમાચાર સાચા છે. અભિનવ શુક્લા ટૂંક સમયમાં પ્રથમ બાળકનું સ્વાગત કરશે.
રૂબીના અને અભિનવના લગ્ન 2018માં થયા હતા. લગ્ન પછી બંનેના જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી, પરંતુ પછી બધું સારું થઈ ગયું અને બંને એક સાથે ખૂબ જ ખુશ છે.