શાહરૂખ ખાન ફિલ્મ 'જવાન'માં લીડ રોલમાં જોવા મળશે. શાહરૂખ ખાને આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ફી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ફિલ્મના પ્રોફિટમાં 60 ટકા હિસ્સો લેશે.
સાઉથની ટોચની અભિનેત્રી નયનતારા ફિલ્મ 'જવાન'માં એક્શન કરતી જોવા મળશે. નયનતારાએ ફિલ્મ 'જવાન' માટે 11 કરોડ રૂપિયાની ફી લીધી છે.
સાઉથ ફિલ્મના સુપરસ્ટાર વિજય સેતુપતિ ફિલ્મ 'જવાન'માં વિલનની ભૂમિકામાં જોવા મળશે.વિજય સેતુપતિએ ફિલ્મ 'જવાન' માટે 21 કરોડ રૂપિયા ફી લીધી છે.
સાન્યા મલ્હોત્રા પણ ફિલ્મ 'જવાન'માં જોવા મળશે. સાન્યા મલ્હોત્રાએ આ ફિલ્મ માટે 1 થી 2 કરોડ રૂપિયાની ફી લીધી છે.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી પ્રિયામણી ફિલ્મ 'જવાન'માં કામ કરતી જોવા મળશે. પ્રિયમણી એ આ ફિલ્મ માં કામ કરવા માટે 2 કરોડ રૂપિયા ફી લીધી છે.
દીપિકા પાદુકોણ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'માં કેમિયો રોલ કરતી જોવા મળશે. દીપિકા પાદુકોણે તેના રોલ માટે 15 થી 30 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
લોકપ્રિય કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવર ફિલ્મ 'જવાન'માં જોવા મળવાનો છે. સુનીલ ગ્રોવરે આ ફિલ્મ માટે 75 લાખ રૂપિયા ચાર્જ કર્યા છે.