'અનુપમા' શોના લીડ રૂપાલી ગાંગુલી 'સ્ટાર પરિવાર એવોર્ડ્સ 2023'નો ભાગ બની હતી. આ દરમિયાન રૂપાલી ગાંગુલી લાઈટ પિન્ક કલરના ગાઉનમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ પ્રણાલી રાઠોડ રેડ કાર્પેટ પર અતરંગી અવતારમાં જોવા મળી હતી. આ દરમિયાન પ્રણાલી બ્લૂ કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં 'આરોહી'નું પાત્ર ભજવનાર અભિનેત્રી કરિશ્મા સાવંત 'સ્ટાર પરિવાર એવોર્ડ્સ 2023'ના રેડ કાર્પેટ પર લાલ રંગની સાડી પહેરેલી જોવા મળી હતી.

'અનુપમા' ફેમ મુસ્કાન બામને 'સ્ટાર પરિવાર એવોર્ડ 2023'ના રેડ કાર્પેટ પર વાદળી રંગનો શોર્ટ પ્રિન્ટેડ ડ્રેસ પહેરીને આવી હતી, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. 

આ દરમિયાન 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ની સ્ટારકાસ્ટ જોવા મળી હતી. જ્યારે ભાવિકા શર્મા રેડ કલરના આઉટફિટમાં જોવા મળી હતી, તો શક્તિ અરોરા ઓલ બ્લેક લૂકમાં એકદમ હેન્ડસમ લાગતો હતો. સુમિત સિંહ પણ બ્લુ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

'અનુપમા'માં 'વનરાજ'નો રોલ કરનાર એક્ટર સુધાંશુ પાંડે બ્લેક લુકમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. આ ઇવેન્ટ માં  સુધાંશુ બ્લેક બ્લેઝર પહેરેલો જોવા મળ્યો હતો.

'તેરી મેરી દોરિયાં'ની અભિનેત્રી હિમાંશી પરાસર લાલ રંગના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.  

આ દરમિયાન એક્ટર તુષાર ધેમ્બલા બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. ઇવેન્ટ માં તુષાર તેની કો-એક્ટ્રેસ સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો .