ટીવી સીરિયલ 'કથા અનકહી'માં કથા અને વીઆન ની જોડીએ ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. આ પાત્ર અદનાન ખાન અને અદિતિ શર્મા ભજવી રહ્યા છે. આ જોડી નંબર વન પર છે. 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈની અક્ષરા અને અભિમન્યુ બીજા સ્થાને છે. પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરાને ટીવી પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે 

અનુપમા અને અનુજની જોડી ત્રીજા સ્થાને સરકી ગઈ છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અનુજ અને અનુપમાની ભૂમિકા ભજવી રહ્યા છે.  

સીરિયલ 'ભાગ્ય લક્ષ્મી'ના રિશી અને લક્ષ્મીનું કપલ પણ ટીવી પર લોકપ્રિય છે. સિરિયલમાં ક્યારેક તેઓ મળે છે તો ક્યારેક અલગ થઈ જાય છે 

શિવાંગી જોશી અને કુશલ ટંડન આરાધના-રેયાંશ લાંબા તરીકે સ્ક્રીન પર જોવા મળે છે. આ જોડી પાંચમા નંબર પર આવી છે. સીરિયલ 'બરસાતે'માં બંનેને એકસાથે પસંદ કરવામાં આવી રહ્યા છે.

શક્તિ અરોરા અને ભાવિકા શર્માએ થોડા જ સમયમાં ચાહકોને પ્રભાવિત કર્યા છે. બંને સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં સાવી અને ઈશાનની ભૂમિકામાં જોવા મળે છે. આ જોડી છઠ્ઠા નંબર પર છે.

હિમાંશી પરાશર અને વિજેન્દ્ર કુમેરિયા સિરિયલ 'તેરી મેરી દોરિયાં'માં જોવા મળી રહ્યા છે. અંગદ અને સાહિબાના રોલમાં બંનેને પસંદ કરવામાં આવી રહ્યા છે. આ અઠવાડિયે આ જોડીને સાતમું સ્થાન મળ્યું છે 

સીરિયલ 'ધ્રુવ તારા'માં રિયા શર્મા અને ઈશાન ધવનની જોડી જોવા મળે છે. આ જોડીએ આ સપ્તાહે આઠમું સ્થાન મેળવ્યું છે.

પ્રાચી અને રણબીર સીરિયલ 'કુમકુમ ભાગ્ય'માં જોવા મળી રહ્યા છે. આ સિરિયલમાં મુગ્ધા ચાફેકર અને કૃષ્ણા કૌલ આ ભૂમિકા ભજવી રહ્યા છે.

સિરિયલ 'ઈમલી'માં ઈમલી અને અથર્વની વાર્તા પૂરી થઈ ગઈ છે. આ વખતે આ જોડી છેલ્લા સ્થાને રહી છે