ઈન્સ્ટા પર ફોટો શેર કરતી વખતે સ્વરાએ ઈમોશનલ મેસેજ લખ્યો છે. આ સાથે સ્વરાએ તેની પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે
તેણે કેપ્શનમાં લખ્યું, “પ્રાર્થના પૂરી થઈ...આશીર્વાદ મળ્યો. એક ગીત ગુંજી ગયું, એક રહસ્યમય સત્ય... અમારી બાળકી ‘રાબિયા’ નો જન્મ 23 સપ્ટેમ્બર 2023ના રોજ થયો.”
સ્વરા અને તેના પતિ ફહાદ અહમનું આ પહેલું સંતાન છે. લગ્ન બાદ આ કપલે આ વર્ષે પ્રેગ્નન્સીના સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા હતા.