ગણેશ ચતુર્થી નિમિત્તે બાપ્પા અંબાણી પરિવારના એન્ટિલિયામાં પણ બિરાજ્યા હતા. આ પ્રસંગે ગણપતિને આવકારવા માટે આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. 

આ દરમિયાન નીતા અંબાણી તેમની મોટી વહુ શ્લોકા મહેતા અને ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે ખાસ અંદાજમાં જોવા મળી હતી. 

અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટ ગણપતિ ઉત્સવ દરમિયાન પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા ની આઈવરી કલર ની સિક્વિન જ્યોર્જેટ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

સાડી પર સિલ્વર અને ગોલ્ડન સિક્વિન્સ એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી.

ડિઝાઇનરની સત્તાવાર વેબસાઇટ પર આ સાડીની કિંમત 2,75,000 રૂપિયા જણાવવામાં આવી છે.

રાધિકાએ સાડી સાથે હીરાની ભારે જ્વેલરી કેરી કરી હતી.

અંબાણી પરિવારની મુખિયા નીતા અંબાણી બોટલ ગ્રીન કલરની લોટસ બોર્ડર સિલ્ક પૈઠાની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

નીતા અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતાએ પણ તેની સાસુ સાથે મેળ ખાતી ગ્રીન કલરની ફ્લાવર પ્રિન્ટ સાડી પહેરી હતી. શ્લોકાએ સાડી સાથે લીલા મોતીનો હાર પહેર્યો હતો.