શરદી માટેના કેટલાક ઘરગથ્થુ ઉપચારો
શરદી માટે તુલસી ઉત્તમ ઔષધ છે. ચોમાસાની ઋતુ શરુ થવાની હોય ત્યારથી જ દરરોજ સવારે ભૂખ્યાપેટે તુલસીના આઠ-દસ પાન ચાવીને ખાવાનું શરુ કરી દો.
જે આખું ચોમાસું ચાલુ રાખવા.
શરદી થાય એટલે તુરત જ તુલસી, મરી, લવિંગ ને અધકચરા વાટીને ગરમ પાણીમાં ઉકાળી એક કપ જેટલો (૧૦૦ એમ.એલ) ઉકાળો દરરોજ પીવો.
પીવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો. એક લીટર પાણીમાં અર્ધી ચમચી જેટલો સુંઠનો પાઉડર ઉમેરીને ઉકાળવું.
ચોમાસામાં આદુ સારું અને કુણું મળતું હોય છે. (કુદરત જ સગવડ કરી આપે છે) જમતી વખતે આદુની કતરણને ખાવી.
સુંઠનો પાઉડર અને દેશી ગોળની નાની ગોળીઓ બનાવી મોઢામાં રાખવી
ગરમ પાણીની વરાળ દિવસમાં બે વખત લેવી. ફાવે તો તેમાં વિક્સ અથવા ચપટી અજમા ઉમેરી શકાય.
રોજ રાત્રે સુતી વખતે હળદર વાળું થોડું ગરમ દૂધ પીવું. દુધમાં ખાંડ, સાકર ન નાખવી.
નાના બાળકને નાગરવેલના પાન હળવા ગરમ કરીને છાતી ઉપર તથા માથા ઉપર બાંધી શકાય.
ઈમ્યુનિટી વધારવા માટે કોઈપણ બીમારીમાં સફરજન સૌથી શ્રેષ્ઠ છે. તકલીફ રહે એટલો સમય દિવસના બે-ત્રણ સફરજન ખાવા.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.