બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રણબીરનો જન્મ 28 સપ્ટેમ્બર 1982 ના રોજ ઋષિ કપૂર અને નીતુને ત્યાં થયો હતો 

રણબીર કપૂરે 2007માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયા થી ડેબ્યૂ કર્યું હતું.

કપૂર પરિવારમાં લોકો પેઢી દર પેઢી અભિનેતા તરીકે આગળ આવ્યા છે, પરંતુ રણબીર કપૂરે વધુ અભ્યાસ થી બચવા માટે અભિનય પસંદ કર્યો 

રણબીર કપૂર બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાં નો એક છે અને તેની નેટવર્થ પણ ઘણી ઊંચી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરની કુલ પ્રોપર્ટી લગભગ રૂ. 345 કરોડ છે. રિપોર્ટ અનુસાર, તે એક ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા લે છે.  

તે માત્ર ફિલ્મોમાંથી જ નહીં પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ ઘણી કમાણી કરે છે.રિપોર્ટ મુજબ કોઈપણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે રણબીરની ફી લગભગ 6 કરોડ રૂપિયા છે.

રણવીર કપૂર મુંબઈના બાંદ્રામાં વાસ્તુ બિલ્ડીંગમાં ભવ્ય 4 BHK ફ્લેટ ધરાવે છે, જેની કિંમત રૂ. 35 કરોડ છે. આ સિવાય કપૂર પાસે અન્ય એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે જેની કિંમત રૂ. 13 કરોડ રૂપિયા છે જે પુણેમાં ટ્રમ્પ ટાવર્સ એપાર્ટમેન્ટ આવેલો છે.

એવું કહેવાય છે કે રણબીર કપૂર પણ કપૂર પરિવારના બાકીના સભ્યોની જેમ ખાવાનો શોખીન છે અને તેનો પ્રિય ખોરાક ભીંડી, મટન કઢી, સુશી અને વડાપાવ છે.