બોલિવૂડ અભિનેત્રી મૌની રોય આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. 28 સપ્ટેમ્બર 1985ના રોજ જન્મેલી મૌની રોયને ભાગ્યે જ કોઈ નહીં જાણતું હોય. 

મૌની રોય બંગાળી પરિવારની છે. તે શરૂઆતથી જ અભિનેત્રી બનવા માંગતી હતી.

મૌની રોયે તેનું સ્કૂલિંગ પશ્ચિમ બંગાળથી જ કર્યું છે. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીની મિરાન્ડા હાઉસ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું.

મૌની રોયના માતા-પિતા ઈચ્છતા હતા કે તે પત્રકાર બને. આ માટે તેણે જામિયા મિલિયા ઈસ્લામિયાના માસ કોમ્યુનિકેશન કોર્સમાં એડમિશન લીધું.

મૌની રોયને શરૂઆતથી જ અભિનયમાં રસ હતો, તેથી તેણે માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને મુંબઈ આવી ગઈ 

મોડલિંગથી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી મૌની રોય ટીવી ઈન્ડસ્ટ્રીનો ખૂબ જ પ્રખ્યાત ચહેરો છે.

મૌની રોય એકતા કપૂરની ટીવી સીરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં જોવા મળી હતી.આ સિરિયલમાં તેના પાત્રનું નામ કૃષ્ણા તુલસી હતું.

મૌની રોય અત્યાર સુધી 'રોમિયો અકબર વોલ્ટર', 'મેડ ઇન ચાઇના' અને 'લંડન કોન્ફિડેન્શિયલ'માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી છે.