મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 'ઝલક દિખલા જા' માટે શિવાંગી જોશીનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. હાલ શિવાંગી સોની ટીવી પર પ્રસારિત થતી સિરિયલ બરસાતે માં જોવા મળી રહી છે 

નિર્માતાઓએ ડાન્સિંગ રિયાલિટી શો 'ઝલક દિખલા જા' માટે ટીવી અભિનેત્રી સુરભી ચંદનાનો સંપર્ક કર્યો છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ અપડેટ સામે આવ્યું નથી.

ટીવી અભિનેત્રી ઉર્વશી ધોળકિયાનું નામ પણ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 'ઝલક દિખલા જા' માટે તેનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.  

સુમ્બુલ તૌકીર ખાને બિગ બોસ 16માં તેની ડાન્સિંગ સ્કિલ બતાવી હતી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે 'ઝલક દિખલા જા 11'માં જોવા મળી શકે છે.

બિગ બોસ OTT 2 ફેમ મનીષા રાનીના નામની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે 'ઝલક દિખલા જા'માં ચોક્કસપણે જોવા મળશે.

ગુમ  હૈ કિસી કે પ્યાર મેં ફેમ આયેશા સિંહ વિશે સમાચાર સામે આવ્યા છે કે મેકર્સે તેનો ઝલક દિખલા જા માટે સંપર્ક કર્યો છે.

'ઝલક દિખલા જા 11'ના નિર્માતાઓએ નીલ ભટ્ટનો સંપર્ક કર્યો છે. જો કે હવે તે આ શોમાં જોવા મળે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. 

બિગ બોસ ફેમ શિવ ઠાકરે રિયાલિટી શો 'ઝલક દિખલા જા 11'માં જોવા મળી શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે હાલમાં મેકર્સ સાથે વાતચીત કરી રહ્યો છે.