ગેસ, અપચો, પિત્ત અને ખાટા ઓડકાર માટે દાદીમાંના ઘરગથ્થુ નુસખા..
જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે.
મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખ
ાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.
દિવસમાં ગોળ અને સૂંઠને ભેળવી ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.
દરરોજ રાત્રે સૂતાં પહેલાં ગળ્યા દૂધમાં બે સચચી ઇસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દૂર થાય છે.
ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવ
ાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.
અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું.
દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.