બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલનું ઉત્તેજક ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું છે  

દરમિયાન, સમાચાર મળ્યા છે કે ફિલ્મની સ્ટાર કાસ્ટને આ ફિલ્મ માટે મેકર્સ તરફથી મોટી રકમ મળી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રણબીરે આ ફિલ્મ કુલ 35 કરોડ રૂપિયામાં સાઈન કરી હતી. પરંતુ અભિનેતાએ તેની ફી વધારી દીધી છે. હવે તે આ ફિલ્મ માટે પૂરા 70 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે.

'એનિમલ'માં રણબીર કપૂરના પિતાની ભૂમિકા ભજવનાર અભિનેતા અનિલ કપૂર ને પૂરા 2 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે 

ફિલ્મ સ્ટાર બોબી દેઓલ ને ફિલ્મ એનિમલ માટે લગભગ 4-5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે આ ફિલ્મ માં બોબી વિલનની ભૂમિકામાં જોવા મળશે.  

અભિનેત્રી રશ્મિકા મંદન્નાને આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે માત્ર 4 કરોડ રૂપિયા મળ્યા છે. આ ફી રણબીર કપૂર અને બોબી દેઓલ કરતા ઘણી ઓછી છે. 

ટીવી સ્ટાર રાઘવ બિનાની પણ 'એનિમલ'માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માટે તેને પૂરા 50 લાખ રૂપિયા મળ્યા છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ એનિમલ ના ટીઝર ને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.