60ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખ આજે તેમનો 81 મોં જન્મદિવસ ઉજવી રહી છે 

આશાનો જન્મ 2 ઓક્ટોબર 1942ના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. અભિનેત્રી આશાએ પોતાની પ્રતિભાથી ઇન્ડસ્ટ્રી માં એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.

આશા પારેખ એ તેમની માતૃભાષા ગુજરાતીમાં પણ ફિલ્મો કરી હતી. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ 'અખંડ સૌભાગ્યવતી' ખૂબ સફળ રહી હતી. 

મોટા પડદા પર લાખો દિલોની ધડકન બની ગયેલી આશા પારેખ રિયલ લાઈફમાં સાવ એકલી છે. તેમણે લગ્ન કર્યા નથી. 

અભિનેત્રીને લગ્ન ન કરવાનો કોઈ અફસોસ નથી. આશા પારેખે કહ્યું કે લગ્ન તેના નસીબમાં લખાયા નથી અને તે ખુશ છે કે તે સિંગલ છે.

આશાને 1992માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમને 2001માં ફિલ્મફેર લાઈફટાઈમ એવોર્ડ અને 2006માં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

આશા પારેખ 1998 થી 2001 સુધી સેન્સર બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. આશા એ પગાર ન લીધો, પરંતુ તેના કડક વલણને કારણે તેને ટીકાનો સામનો કરવો પડ્યો. 

આશા પારેખે 95 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં 'જબ પ્યાર કિસી સે હોતા હૈ' , 'ફિર વોહી દિલ લાયા હૂં' , 'તીસરી મંઝિલ' , 'કટી પતંગ' જેવી શાનદાર ફિલ્મોના નામ સામેલ છે.