અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં પેરિસ ફેશન વીક 2023માં ભાગ લીધો હતો.
આ દરમિયાન, તેણીએ તેના સિઝલિંગ અવતારથી રેમ્પ પર ધૂમ મચાવી હતી
આ દરમિયાન અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન નું રેમ્પ વોક જોઈ ચાહકો તેના દીવાના થઇ ગયા હતા
આ ઈવેન્ટ દરમિયાન ઐશ્વર્યાએ બ્રાઉન અને ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો હતો
આ ડ્રેસમાં ઐશ્વર્યા રાય બચ્ચન ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ આઉટફિટની સાથે ઐશ્વર્યાએ તેના વાળ નો કલર પણ ગોલ્ડન રાખ્યો હતો.
રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યા તેના ચાહકોને ફ્લાઈંગ કિસ કરતી જોવા મળી હતી
ઐશ્વર્યા રાય બચ્ચન ની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે