સલમાન ખાન નો કોન્ટ્રોવર્શિયલ શો બિગ બોસ 17 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. જેનો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે
આવી સ્થિતિમાં શોમાં ભાગ લેનાર સ્પર્ધકોના નામ પણ બહાર આવવા લાગ્યા છે.
સમાચાર આવી રહ્યા છે કે આ વખતે અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે શોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ અંકિતાને શો માટે મેકર્સ પાસેથી મોટી રકમ મળી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર અંકિતાને દર અઠવાડિયે 10 થી 12 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
ઉપરાંત, તે શોની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી હશે. અંકિતા અને વિકી એકસાથે શોમાં એન્ટ્રી કરશે.
જો રિપોર્ટ્સનું માનીએ તો બંને 200થી વધુ આઉટફિટ્સ સાથે શોમાં એન્ટ્રી કરવાના છે.
આ વખતે બિગ બોસ 17 માં કપલ્સ વર્સિસ સિંગલ્સની થીમ હોવાનું બહાર આવ્યું છે.