કોફી વિથ કરણ 8 શરૂ થવા જઈ રહી છે. જેનો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે.

કોફી વિથ કરણ 8 ના સૌથી અપેક્ષિત મહેમાન ની યાદી માં શાહરુખ ખાન નું નામ ટોચ પર છે. પઠાણ અને જવાન ની સફળતા જોતા શાહરૂખ ખાન ચોક્કસપણે કરણ જોહરના શોમાં પુનરાગમન કરી શકે છે

એક દાયકાથી વધુ સમયથી સંબંધમાં હોવા છતાં,દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અત્યાર સુધી ક્યારેય કોફી વિથ કરણ પર સાથે દેખાયા નથી. નોંધનીય છે કે કરણ જોહર સ્ટાર કપલ ને તેની આઠમી સીઝનમાં સાથે લાવવામાં સફળ થાય. 

કોફી વિથ કરણના તમામ દર્શકો આ શોમાં નેટફ્લિક્સ મૂવી ધ આર્ચીસ ની સ્ટાર કાસ્ટ ને  એકસાથે કાઉચ પર જોવા ઉત્સુક છે. કરણ જોહર ના ગેસ્ટ લિસ્ટ માં આ સાત લોકો પણ અપેક્ષિત છે. 

આ લિસ્ટમાં સિદ્ધાર્થ અને કિયારાનું નામ પણ સામેલ છે કારણ કે કરણે તેના પ્રોમોમાં કહ્યું હતું કે તે દરેક નવા પરિણીત કપલને શોમાં આમંત્રિત કરશે.  

કરણ જોહર આલિયા ભટ્ટ ને પોતાની દીકરી માને છે. જોકે, રણબીરે શોમાં નહીં આવવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમ છતાં, કરણ જોહર પ્રયાસ કરી રહ્યો છે કે આલિયા અને રણબીર શોમાં આવે. 

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો ક્રેઝ જાણીતો છે. આવી સ્થિતિમાં અલ્લુ અર્જુન પણ શોનો ભાગ બની શકે છે. 

જુનિયર એનટીઆર અને રામ ચરણની ફિલ્મ આરઆરઆર ઓસ્કારમાં ગઈ હતી. આવી સ્થિતિમાં, આ વખતે કરણ તેના શોમાં બંને દક્ષિણ ભારતીય સ્ટાર્સને આમંત્રિત કરી શકે છે.