દીના મહાનાયક આજે તેમનો 81 મોં જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. 

સુરતના ઉદ્યોગપતિ સુનીલ શાહની ગણતરી અમિતાભ બચ્ચન ના પ્રશંસકોમાં થાય છે અને અમિતાભ બચ્ચન સાથે તેમના સારા સંબંધો છે

સુરતના ઉદ્યોગપતિ સુનિલ શાહ દર વર્ષે અમિતાભ બચ્ચન ના જન્મદિવસ ની ઉજવણી કરે છે.

જ્યારે પણ અમિતાભ બચ્ચનની કોઈ ફિલ્મ રિલીઝ થાય ત્યારે સુરત માં વિવિધ સમાજિક સેવાના કાર્યોને જોડીને કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

અમિતાભ બચ્ચન ના જન્મદિવસ પર સુરતના ઉદ્યોગપતિ સુનીલ શાહ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે.  

આ દરમિયાન સુનીલ શાહે મીડિયા ને જણાવ્યું હતું કે, ‘11મી ઓક્ટોબરે બિગ બી અમિતાભ બચ્ચનનો 81મો જન્મદિવસ છે ત્યારે બચ્ચન સાહેબના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે.

સુનિલ શાહે તે પણ જણાવ્યું કે, ‘તેમના પ્રશંસકોની હાજરીમાં કેક કટિંગ કરવામાં આવશે અને આ સમયે અમિતાભ બચ્ચન લાઈવ જોડાશે. આ ઉપરાંત અમિતાભ પ્રશંસકો સાથે વાર્તાલાપ પણ કરશે.’

આ સાથે જ સુનીલ શાહ દ્વારા તેમને અમિતાભ બચ્ચન દ્વારા ભેટમાં આપવામાં આવેલા કેબીસીના સુટ, ઓટોગ્રાફ વાળી ટી શર્ટ, પુસ્તકો અને અમિતાભ બચ્ચન દ્વારા લખાયેલા પત્રો સહિતની ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ ઓડિટોરિયમમાં યોજવામાં આવશે.