બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે મુંબઈ સ્થિત 'જલસા'માં રહે છે. તેમના ઘરનો દરેક ખૂણો તેમનું વૈભવી જીવન દર્શાવે છે.  

અમિતાભ બચ્ચન ના ઘરની સજાવટ તરીકે પ્રાચીન વસ્તુઓનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અમિતાભ બચ્ચન વાંચવામાં ખૂબ જ રસ ધરાવે છે. તેથી તેમના ઘર માં એક નાની લાયબ્રેરી બનાવવામાં આવી છે જ્યાં તે તેમનો આ શોખ પૂરો કરે છે.  

પોતાને ફિટ રાખવા અમિતાભ બચ્ચને ઘરમાં જ વર્કઆઉટ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. અહીં તેમનું નાનું જિમ જોવા મળે છે. 

અમિતાભ બચ્ચને તેમના ઘરમાં એક રેકોર્ડિંગ સ્ટુડિયો પણ બનાવ્યો છે. આ રૂમમાંથી રેકોર્ડિંગ કરતી વખતે તેઓ ઘણીવાર તસવીરો પણ શેર કરે છે.

અમિતાભ બચ્ચન ના ઘરમાં પ્રવેશતાની સાથે જ એક મંદિર છે જ્યાં વિવિધ દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત છે. મંદિર આરસના પથ્થરોથી બનેલું છે. 

અમિતાભ બચ્ચન ના બંગલામાં ગાર્ડન એરિયા છે. જ્યાં તેઓ તેમના પરિવાર સાથે સમય વિતાવે છે. .

અમિતાભ બચ્ચન નો લિવિંગ એરિયા ખુબ મોટો છે. જ્યાં તેમનો આખો પરિવાર એકસાથે જોવા મળે છે