બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. અભિનેતા આજે 81 વર્ષ ના થઇ ગયા છે
સ્ટારડમ સિવાય અમિતાભ સંપત્તિના મામલે પણ શહેનશાહ છે. આ ઉંમરે પણ અમિતાભ બચ્ચન પરિવારમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ છે.
રિપોર્ટ મુબજ અમિતાભ બચ્ચન ની કુલ સંપત્તિ 3,390 કરોડ રૂપિયા છે. અમિતાભની માસિક કમાણી 5 કરોડ રૂપિયાથી વધુ છે.
ફિલ્મો સિવાય અમિતાભ બચ્ચન ટીવી પર પણ ખૂબ સક્રિય છે. બહુ ઓછા લોકો જાણે છે કે અમિતાભ બચ્ચન KBCના એક એપિસોડ માટે 4 થી 5 કરોડ રૂપિયા લે છે.
પ્રોપર્ટી સિવાય અમિતાભ બચ્ચન અનેક લક્ઝરી વાહનોના માલિક છે. તેમની પાસે રોલ્સ રોયસ, બેન્ટલી, મર્સિડીઝ-બેન્ઝ, રેન્જ રોવર, પોર્શે, મિની કૂપર, લેક્સસ, ઓડી, બીએમડબ્લ્યુ અને ફોર્ડ મસ્ટાંગ સહિત ઘણી લક્ઝુરિયસ કારનો સંગ્રહ છે.