બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં સારું નામ બનાવ્યું છે. 

ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતી જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડક થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું.

જ્હાન્વી કપૂર તેની અભિનય કારકિર્દી ઉપરાંત તેની ફેશન અને ડ્રેસિંગ સેન્સ માટે પણ લોકોમાં ચર્ચાનો વિષય રહે છે.

જ્હાન્વી કપૂર તાજેતરમાં એક ઈવેન્ટમાં ગઈ હતી અને તેના ડ્રેસે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

જ્હાન્વી કપૂરે સિલ્વર કલરનો શમરી થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો.

જ્હાન્વી કપૂરના આ લુકને જોઈને લોકોએ તેને ફરી એકવાર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

જ્હાન્વી કપૂર ટ્રોલ્સ ને નજરઅંદાજ કરે છે અને નવા પ્રકારના ડ્રેસ પહેરતી રહે છે.

જ્હાન્વી કપૂર હવે 'મિસ્ટર એન્ડ મિસિસ માહી', 'દેવરા' અને 'ઉલ્જ' જેવી ફિલ્મોમાં જોવા મળશે.