શાહરૂખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન સૌથી ફેવરિટ સ્ટાર કિડ્સમાંથી એક છે.

તાજેતરમાં જ સુહાના એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો માં સુહાના કાળા ગુલાબ-પ્રિન્ટેડ મિડી ડ્રેસમાં જોવા મળે છે,  

સુહાના એ ગ્લોસી લિપસ્ટિક અને ખુલ્લા વાળ સાથે તેનો લુક પૂર્ણ કર્યો. તેના લુકને વધુ આકર્ષિત કરવા માટે, તેણીએ 'લૂઈસ વીટન' માંથી ડાયમંડ સ્ટડ ઇયરિંગ્સ અને શોલ્ડર બેગ પસંદ કરી હતી.

સુહાનાના ડ્રેસની કિંમત કોઈને પણ ચોંકાવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ સુહાનાનો ગુલાબ પ્રિન્ટેડ મિડી ડ્રેસ 'ડોલ્સે એન્ડ ગબ્બાના' બ્રાન્ડનો છે અને તેની કિંમત $2,345 એટલે કે 1,95,296 રૂપિયા છે.

આ અગાઉ સુહાના ખાન લાલ ડ્રેસ માં જોવા મળી હતી મીડિયા રિપોર્ટ મુજબ સુહાનાનો લાલ ડ્રેસ 'વેલેન્ટિનો' બ્રાન્ડનો હતો અને તેની કિંમત 5,670 યુએસ ડોલર એટલે કે 4,69,044 રૂપિયા છે. 

સુહાના એ તેની નજીકની મિત્ર આલિયા કશ્યપની સગાઈ માટે,અર્પિતા મહેતાના કલેક્શનમાંથી બ્લુ મિરર વર્કની સાડી પસંદ કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ સાડીની કિંમત 95,000 રૂપિયા છે.

સુહાના ખાન ઝોયા અખ્તરની આગામી ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. 

ફિલ્મોમાં પ્રવેશતા પહેલા જ સુહાના બે બ્યુટી બ્રાન્ડ 'તિરા' અને 'મેબેલિન'ની બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકી છે.