બોલિવૂડની બેબો કરીના કપૂર ખાન ફરી એકવાર દુલ્હન બની છે.

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનનું એક ફોટોશૂટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

બી-ટાઉનની પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તાએ તેની બ્રાન્ડ ધ હાઉસ ઓફ મસાબા હેઠળ તેનું નવું બ્રાઈડલ કલેક્શન લોન્ચ કર્યું છે. 

કરીના કપૂર ખાન મસાબા માટે દુલ્હન બની છે. મસાબાએ તેનું લેટેસ્ટ બ્રાઈડલ કલેક્શન સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

આ ફોટોશૂટ કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યું છે, જ્યાં તે દુલ્હનના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

મસાબા એ  આ કલેક્શનને આજના સમયની મહિલાઓને સમર્પિત કર્યું છે. જેઓ તેમના જીવનના દરેક પાસાને ગર્વથી સ્વીકારે છે.

મસાબા ગુપ્તા અને કરીના કપૂર ખૂબ સારા મિત્રો છે. બંને ઘણીવાર પાર્ટી અને ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે.

મસાબા વેસ્ટર્ન અને ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સથી લઈને સાડીઓ ડિઝાઈન કરવામાં એક્સપર્ટ છે. મોટા મોટા સેલેબ્સ પણ તેના ડિઝાઈન કરેલા કપડા માં જોવા મળે છે.