બોલિવૂડ ની મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડન આજે તેનો 49 મો જન્મદિવસ ઉજવી રહી છે. 

રવીના એ 16 વર્ષની ઉંમરે સલમાન ખાનની ફિલ્મ 'પત્થર કે ફૂલ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

રવિના ટંડન છેલ્લા કેટલાક સમયથી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં પોતાનો હાથ અજમાવી રહી છે.

તેણે મુંબઈના 'કાલા ઘોડા'માં જહાંગીર આર્ટ ગેલેરી ખાતેના એક પ્રદર્શનમાં 2018માં તેનું પ્રથમ કલેક્શન પણ પ્રદર્શિત કર્યું હતું.

90ના દાયકામાં રવીના ટંડન અને અક્ષય કુમારની જોડીને ખૂબ જ હિટ માનવામાં આવતી હતી.

રવિના ટંડને અક્ષય કુમાર સાથે 'મોહરા' કર્યા પછી થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા

એવા અહેવાલો પણ આવ્યા હતા કે બંનેએ સગાઈ કરી લીધી છે, જો કે, પછીથી તેઓ અલગ થઈ ગયા

અક્ષય સાથે ના સંબંધ તૂટ્યા પછી, અનિલ થડાની એ અભિનેત્રીના જીવનમાં પ્રવેશ કર્યો. બંનેએ 22 ફેબ્રુઆરી 2004ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા.