બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર કરણ જોહરનો પોપ્યુલર ચેટ શો 'કોફી વિથ કરણ 8' શરૂ થઈ ગયો છે.

આ શોના પહેલા એપિસોડમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેના રિયલ લાઈફ પતિ એક્ટર રણવીર સિંહ સાથે ગેસ્ટ તરીકે પહોંચી હતી.

આ દરમિયાન દીપિકાએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખુબજ સુંદર લાગતી હતી તો બીજી તરફ તેનો પતિ રણવીર સિંહ પણ બ્લેક બ્લેઝરમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. 

દીપિકાનો આ આઉટફિટ ડીપનેક બોડીકોન ડ્રેસ હતો. અભિનેત્રી નો આ ડ્રેસ વિક્ટોરિયા બેકહામની બ્રાન્ડનો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની કિંમત લગભગ 999 ડોલર એટલે કે 83 હજાર રૂપિયા છે.

આ સિવાય દીપિકા પાદુકોણે સ્ટેટમેન્ટ કાર્ટિયર નેકલેસ પહેર્યો હતો જે તેના આઉટફિટમાં લક્ઝરી ઉમેરતો હતો.

18K રોઝ ગોલ્ડમાં Cartier Juste Un Clue નેકલેસ 65 બ્રિલિયન્ટ-કટ હીરાથી સજાવવામાં આવ્યો છે અને તેની કિંમત 30 થી 35 લાખ રૂપિયાની વચ્ચે છે.

દીપિકાએ આ નેકલેસનું 'બિગ મોડલ' પહેર્યું છે, તો તેની કિંમત લગભગ 90 લાખ રૂપિયા છે.