ટીવી સિરિયલની અભિનેત્રી આશકા ગોરાડિયા તાજેતરમાં માતા બની છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે.

અભિનેત્રી આશકા ગોરાડિયાએ પોતે તેના પતિ બ્રેન્ટ ગોબલ સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા આ સમાચાર આપ્યા હતા. 

શુક્રવારે સવારે તેમના પુત્રનો જન્મ થયો હતો. આ સાથે પુત્રનું નામ પણ સામે આવ્યું છે.

આશકા એ તેમના પુત્રનું નામ વિલિયમ એલેક્ઝાન્ડર રાખ્યું છે.

ટીવી સેલેબ્સ અને ફેન્સ આશકાને અભિનંદન આપી રહ્યા છે. 

આશકા અને બ્રેટે તાજેતરમાં ઘણા ફોટોશૂટ કરાવ્યા હતા જેમાં અભિનેત્રી તેના બેબી બમ્પને બોલ્ડ અંદાજમાં ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

આશકાએ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી', 'કુસુમ', 'કહીં તો હોગા', 'ખતરો કે ખિલાડી 4', 'બિગ બોસ 6', 'બાલવીર', માં કામ કર્યું છે. કર્યું છે.

આશકાએ 2017માં બ્રેટ સાથે લગ્ન કર્યા હતા. હવે લગ્નના 6 વર્ષ બાદ તે માતા બની છે.