બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે આજે તેનો 25મો જન્મદિવસ ઉજવી રહી છે.

અનન્યા એક્ટર ચંકી પાંડેની દીકરી છે. અનન્યાએ પોતાની મહેનત અને ક્ષમતાના આધારે પિતાનું નામ આગળ વધાર્યું છે.

અનન્યાએ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ ફ્લોપ રહી પરંતુ અનન્યાનો ચાર્મ કામ કરી ગયો.

અભિનય ઉપરાંત અનન્યા ફેશન આઇકોન અને સોશિયલ મીડિયા સ્ટાર પણ છે.

એક રિપોર્ટ અનુસાર અનન્યા પાંડેની કુલ સંપત્તિ 40 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.

અભિનય ઉપરાંત અનન્યા પાંડે બ્રાન્ડ પ્રમોશન અને બ્યુટી મેકઅપ અને ફેશનેબલ આઉટફિટ્સમાંથી પણ લાખોની કમાણી કરે છે.

અનન્યા પાંડે એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જયારે કે એડ ફિલ્મ માટે અભિનેત્રીની ફી 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

અનન્યા પાંડેની લવ લાઈફની વાત કરીએ તો આ દિવસોમાં તે આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે.