ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા આ દિવસોમાં Jio MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ભારત આવી છે.

ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે પ્રિયંકાને સાડીમાં જોઈને લોકોને તેનો દેસી ગર્લ અવતાર યાદ આવી ગયો.

પ્રિયંકા ચોપરા 'મામી ફિલ્મ ફેસ્ટિવલ'માં હાજરી આપવા માટે સફેદ ફ્લોરલ પ્રિન્ટ સાડી પહેરીને પહોંચી હતી. 

આ સાથે પ્રિયંકા એ લાલ લિપસ્ટિક કરી હતી. અભિનેત્રીના આ લુકએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે 

આ ફ્લોરલ સાડી સાથે, અભિનેત્રીએ વધુ બોલ્ડ દેખાવા માટે ડીપનેક બ્લાઉઝ પહેર્યું હતું. 

પોતાના લુકને વધુ ગ્લેમર બનાવવા પ્રિયંકા એ બ્લેક ગોગલ્સ પણ પહેર્યા હતા.

પ્રિયંકા ચોપરા ને આ સાડી પહેરીને રેડ કાર્પેટ પર આવતા જ લોકોના દિલના ધબકારા વધી ગયા હતા.

પ્રિયંકા ચોપરા MAMI ફિલ્મ ફેસ્ટિવલ હોસ્ટ કરી રહી છે. આ કારણે તેને આ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી