અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના કરવા ચોથનું વ્રત નથી રાખતી. અભિનેત્રી ની એક પોસ્ટ એ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો તેને કહ્યું હતું કે, ભૂખ્યા રહેવાથી પતિની ઉંમર વધતી નથી. તેમજ ટ્વિંકલ ખન્નાએ એમ પણ કહ્યું હતું કે જે લોકો પુરુષો માટે ઉપવાસ નથી કરતા તેઓ લાંબુ જીવે છે.

સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. સોનમ કપૂર તેના પતિ માટે કરવા ચોથનું વ્રત નથી રાખતી.

દીપિકા પાદુકોણ પણ રણવીર સિંહ માટે કરવા ચોથનું વ્રત નથી રાખતી.અભિનેત્રી નું માનવું છે કે,વ્રત રાખવા કરતાં એકબીજાને ટેકો આપવો વધુ જરૂરી છે. 

કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે.. કરીના કપૂર કરવા ચોથનું વ્રત નથી રાખતી. તેણી માને છે કે તેના પતિ માટે પ્રેમ સાબિત કરવા માટે કરવા ચોથનું વ્રત રાખવું જરૂરી નથી. 

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ કરવા ચોથનું વ્રત નથી રાખતી. તાહિરા કશ્યપ કરવા ચોથનું વ્રત રાખવામાં માનતી નથી.

રત્ના પાઠકના લગ્ન નસીરુદ્દીન શાહ સાથે થયા હતા. તે પણ અભિનેતા માટે કરવા ચોથનું વ્રત નથી રાખતી. 

હેમા માલિનીએ વર્ષ 1980માં ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. હેમા માલિની પણ કરવા ચોથ નું વ્રત નથી રાખતી. 

ફરહાન અખ્તર સાથે લગ્ન કરનાર અભિનેત્રી શિબાની દાંડેકર પર કરવા ચોથ નું વ્રત નથી રાખતી