1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે 

પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે 

ફિલ્મોમાં ઓછી જોવા મળતી  ઐશ્વર્યા રાય બચ્ચન આજે પણ બોલીવુડની સૌથી અમીર અભિનેત્રી છે.

ઐશ્વર્યાની સંપત્તિની વાત કરીએ તો તેની કુલ સંપત્તિ 828 કરોડ રૂપિયા છે.

તે એક ફિલ્મ કરવા માટે 10 થી 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય ઐશ્વર્યા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ વાર્ષિક કરોડોની કમાણી કરે છે.

ઐશ્વર્યા પાસે દુબઈ માં એક લક્ઝુરિયસ વિલા છે, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. આ સિવાય ઐશ્વર્યા રાય બચ્ચન પાસે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક ભવ્ય એપાર્ટમેન્ટ છે, જેની કિંમત 30 કરોડ રૂપિયા છે. 

ઐશ્વર્યાને મોંઘી કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે 8 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ ઘોસ્ટ છે. આ સિવાય તેની પાસે Audi અને Lexus પણ છે જેની કિંમત કરોડોમાં છે.

આ સિવાય ઐશ્વર્યા પાસે મોંઘી જ્વેલરી અને મોંઘી સાડીઓનું પણ ખુબજ સુંદર કલેક્શન છે.