શાહરુખ ખાન નું પ્રારંભિક શિક્ષણ દિલ્હી ની સેન્ટ કોલમ્બા સ્કૂલમાંથી થયું હતું, જ્યારે 1988માં શાહરૂખ ખાને દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી
મીડિયા રિપોર્ટ અનુસાર, અભિનેતા શાહરૂખ ખાનની કુલ સંપત્તિ લગભગ $760 મિલિયન છે, જે ભારતીય ચલણમાં રૂપિયા 6,324 કરોડથી વધુ છે.
અભિનેતાની કુલ સંપત્તિનો સૌથી મોટો હિસ્સો તેની ફિલ્મોની આવક છે. રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન એક ફિલ્મ કરવા માટે 100 થી 150 કરોડ રૂપિયા લે છે.
શાહરૂખ ખાન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ફિલ્મોમાંથી ઘણી કમાણી કરે છે, આ ઉપરાંત તેની એક પ્રોડક્શન કંપની પણ છે. શાહરૂખ ખાનને કારનો શોખ છે અને તેની પાસે ઘણી કાર છે જેની કિંમત કરોડોમાં છે.
શાહરૂખ ખાન ના બંગલા 'મન્નત'ની કિંમત લગભગ 200 કરોડ છે, આ સિવાય કિંગ ખાનનું દિલ્હીમાં પણ એક ઘર છે. આ ઉપરાંત શાહરૂખે દુબઈમાં પણ એક વિલા ખરીદ્યો છે