અજીર્ણ (અપચો) થતો અટકાવવા શું ધ્યાનમાં રાખવું

રોજ નિયમિત હળવી કસરત કરો.

Tooltip
Tooltip

આટલું કરો

કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખો.

 એક સાથે ખૂબ ન જમો. આખા દિવસમાં ૪-૫ વખત થોડું-થોડું ખાઓ.

આખા દિવસમાં જમવાનો અને નાસ્તાનો સમય નક્કી રાખો. અને તે સમયે જ જમવાનું અને નાસ્તો લો.

રોજના ભોજનમાં રેષાદાર શાક-સલાડ અને તાજાં ફળ ખાવાનું રાખો.

સવારે નરણા કોઠે હૂંફાળું-ગરમ પાણી પીવો.

Tooltip

રાત્રે મોડે સુધી ઉજાગરા કરવાનું ટાળો.

આટલું ન કરો

રાત્રે મોડેથી જમવું કે ખાવું-પીવું નહીં.

જેમને વારંવાર અપચાની તકલીફ રહેતી હોય તેમણે બહારનું ખાવાનું અને પાર્ટી-પ્રસંગોમાં ખાવાનું ટાળવું જોઈએ.

ઝડપથી, મુસાફરી કરતાં કે ઉચાટ થાય તેવા ટીવી શો જોતાં-જોતાં જમવું ન જોઈએ.

ટૂંટિયું વાળીને સૂવાની અને ખૂંધ કાઢીને વાંકા વળીને બેસવાની ટેવ ન રાખવી.

દૂધ-ડુંગળી, દૂધ-માછલી, દૂધ-માંસાહાર જેવા વિરોધી આહાર ન લેવા.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો. 

પાણી પીવાનો સાચો સમય

Arrow