સુપરસ્ટાર શાહરૂખ ખાને ગઈકાલે એટલે કે 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવ્યો હતો.
શાહરુખ ખાને પોતાના આ ખાસ દિવસે તેના કરીબી મિત્રો માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.
આ પાર્ટીમાં કરીના કપૂર ખાનથી લઈને કરિશ્મા કપૂર સુધી ઘણા બધા સ્ટાર્સે હાજરી આપી હતી.
કરીના કપૂર ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કિંગ ખાનના જન્મદિવસની કેટલીક તસવીરો શેર કરી છે.
આ ફોટામાં કરીના તેની ગર્લ ગેંગ સાથે ફુલ પાર્ટી મૂડ માં જોવા મળી હતી.
આ દરમિયાન કરીના કપૂર ખાન સફેદ સાટિન ડ્રેસમાં જોવા મળી હતી. તેણે તેના ખુલ્લા વાળ રાખ્યા હતા
આ દરમિયાન કરિશ્મા કપૂર પણ ચમકદાર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
અર્જુન કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો પાર્ટી લુક શેર કર્યો હતો, જેમાં તે તેના આઉટફિટમાં આકર્ષક લાગી રહ્યો હતો.