'બિગ બોસ' જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકેલા અલી મર્ચન્ટે 2 નવેમ્બરના રોજ ત્રીજી વખત લગ્ન કર્યા છે
અલી મર્ચન્ટ એ તેના પરિવારની હાજરીમાં ગર્લફ્રેન્ડ અંદાલિબ ઝૈદી સાથે લગ્ન કર્યા છે..
38 વર્ષીય અલી મર્ચન્ટે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં 2 નવેમ્બર 2023ના રોજ અંદાલિબ ઝૈદી સાથે લગ્ન કર્યા હતા
અલી મર્ચન્ટે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
આ અગાઉ અલી મર્ચન્ટે બે લગ્ન કર્યા હતા. તેને પ્રથમ લગ્ન સારા ખાન સાથે કર્યા હતા, જેનું બે મહિનામાં બ્રેકઅપ થયું હતું.
ત્યારબાદ અલી એ બીજા લગ્ન અનમ મર્ચન્ટ સાથે કર્યા અને 5 વર્ષ પછી તે તેનાથી પણ અલગ થઈ ગયો.
અલી મર્ચન્ટે હવે વ્યવસાયે મોડલ અંદલીબ ઝૈદી સાથે લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત એક ફેશન શો દરમિયાન થઈ હતી.
અલી મર્ચન્ટ હવે 15 નવેમ્બરે મુંબઈમાં તેના લગ્નનું રિસેપ્શન આપશે.