બિગ બોસ 17માં જોવા મળેલી અભિનેત્રી અંકિતા લોખંડે અને વિકી જૈને સોશિયલ મીડિયા પર તેમની લેટેસ્ટ તસવીરો શેર કરી ને ધનતેરસની શુભકામનાઓ પાઠવી છે 

આ તસવીરોમાં ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે અને વિકી જૈન દિવાળીની તૈયારી કરતા જોવા મળે છે. 

આ તસવીરોમાં અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે ધનતેરસનો તહેવાર મનાવતી જોવા મળે છે.

આ દરમિયાન અભિનેત્રી તેના પતિ વિકી જૈન સાથે ખૂબ જ ખુશ જોવા મળી  હતી.

આ દરમિયાન વિકી જૈન સિલ્ક પીચ કુર્તામાં ખૂબ જ સ્ટાઇલિશ અને ક્લાસી લાગતો હતો. 

અંકિતા લોખંડે આ દરમિયાન લાઈટ બ્લુ અને પિન્ક કલર ના શરારા માં જોવા મળી હતી. 

અંકિતા લોખંડે અને વિકી જૈન એ આ તસવીરો તેમના ઘરમાં ક્લિક કરાવી હતી. 

અંકિતા અને વિકી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.