કોડ એમ ફેમ ફિલ્મ સ્ટાર તનુજ વિરવાનીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને ખુશખબર આપી છે.

તનુજ વીરવાનીએ હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને પોતાની સગાઈની જાણકારી આપી છે. 

તનુજ વિરવાનીએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ તાન્યા જેકબ સાથે સગાઈ કરી લીધી છે. 

તનુજ વિરવાની અને તેની ગર્લફ્રેન્ડ તાન્યા જેકબે સંપૂર્ણપણે વેસ્ટર્ન સ્ટાઇલમાં સગાઈ કરી હતી.

બંને ની આ  તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.

તનુજ વિરવાનીની ગર્લફ્રેન્ડ તાન્યા જેકબે આ સુંદર રોમેન્ટિક તસવીર સાથે તેની સગાઈની વીંટી ફ્લોન્ટ કરી છે.

તમને જણાવી દઈએ કે તનુજ વિરવાનીનું નામ સુપરસ્ટાર કમલ હાસનની પુત્રી અક્ષરા હાસન અને કોડ-એમ કો-સ્ટાર જેનિફર વિંગેટ સાથે જોડવામાં આવ્યું હતું. 

તનુજ વિરવાની એ લોકપ્રિય અભિનેત્રી રતિ અગ્નિહોત્રી નો પુત્ર છે. તેને ઇનસાઇડ એજ અને કોડ એમ દ્વારા લોકપ્રિયતા મળી હતી