વજન ઘટાડવામાં આ ટિપ્સ ફોલો અવશ્ય કરો

ઓવરઈટિંગ થી વધે છે વજન

ઓવર ઈટિંગ એટલે કે ભૂખ કરતા વધુ ભોજન કરવાથી પણ વજન વધે છે.

કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં એ ભૂલી જાય છે કે વધુ ખાવાથી વજન વધે છે. 

ખાવાના ટેબલ પર બેઠા પછી એટલું યાદ રાખો કે જેટલી ભૂખ હોય તેટલું જ ખાઓ. 

દરરોજ નાસ્તો કરો

જો તમે ઓફિસ કે કોલેજ જલદી પહોંચવાના ચક્કરમાં નાશ્તો નથી કરતા 

તો તે તમારા માટે જોખમી બની શકે છે.  

નાશ્તો ન કરવાથી મોટાપાની સમસ્યા ઊભી થતી હોય છે. 

બ્રેકફાસ્ટ ન કરનારા લોકો ભૂખ લાગતા લંચ  પહેલા સ્નેક્સનું સેવન કરી લે છે, જે વજન વધારે છે.

ભોજન કર્યા બાદ તરત ક્યારેય ન સૂવું.

કેટલાક લોકોને આદત હોય છે કે ભોજન કર્યા બાદ તરત સૂવા ભેગા થાય છે. આમ જરાય ન કરવું જોઈએ. 

રાતે સૂવાના લગભગ દોઢ બે કલાક પહેલા ભોજન કરો અને ટહેલવાનું ન ભૂલો

સવારે ઊઠીને હૂંફાળું પાણી પીવો.

સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે

અને મેટાબોલિઝમ સારું થાય છે. 

સવારે હૂંફાળું પાણી પીવાથી પાચનક્રિયા પણ સારી થાય છે. 

ગળી વસ્તુઓ ઓછી ખાઓ.

મીઠાઈનું સેવન કરવાથી ચરબી વધે છે. 

 જો તમે મીઠાઈના શોખીન હોવ તો કોશિશ કરો કે ઓછામાં ઓછી મીઠાઈ ખાઓ

આ સાથે મીઠું પણ ઓછું ખાઓ.

વજન ઓછુ કરવા અને બોડીને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ ખુબ ફાયદાકારક સાબિત થશે. 

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.  

ડાયાબીટીસના દર્દીઓ માટે આ ચાર લોટની વાનગી ખુબ સારી

Arrow