અરબાઝ ખાને મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા પછી મોડલ અને અભિનેત્રી જ્યોર્જિયા ને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. 

હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્સ જ્યોર્જિયા નું બ્રેકઅપ થઇ ગયું છે.  

જ્યોર્જિયાએ બ્રેકઅપ પર પોતાનું મૌન તોડ્યું છે અને આ વિશે ખુલીને વાત કરી છે. તને જણાવ્યું કે લોકડાઉનના સમયથી તેમની વચ્ચે અંતર વધવા લાગ્યું હતું પરંતુ બંનેમાં તેને સ્વીકારવાની હિંમત નહોતી.

મીડિયા સાથે વાત કરતાં જ્યોર્જિયાએ કહ્યું, 'અમે અત્યારે ઘણા સારા મિત્રો છીએ. અમે હંમેશા ખૂબ નજીક હતા. અમે ખુબ મસ્તી કરી હતી.'

જ્યોર્જિયા એ મલાઈકા સાથે ના અરબાઝ ના સંબંધ ને લઇ ને કહ્યું, 'તેની અમારા બોન્ડિંગ પર કોઈ અસર થઈ નથી. મલાઈકા સાથે તેના જે પણ સંબંધો હતા તે અમારી વચ્ચે આવ્યા નથી.’

જ્યોર્જિયા એ વધુમાં જણાવ્યું કે,’વાસ્તવમાં શરૂઆતથી જ અમે જાણતા હતા કે આ હંમેશ માટે રહેવાનું નથી કારણ કે અમે સંપૂર્ણપણે અલગ વ્યક્તિત્વ છીએ પરંતુ અમારામાં તેને સ્વીકારવાની હિંમત નહોતી. તે ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે અમે સંપૂર્ણપણે અલગ છીએ, ખૂબ જ અલગ છીએ.’ 

જ્યોર્જિયાએ જણાવ્યું કે બંનેએ સાથે બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો અને તે બંને માટે દુઃખદ હતું. તેમનો સમય સારો હતો અને તેઓ હજુ પણ સારા મિત્રો છે.

જ્યોર્જિયા કહે છે કે તેને હંમેશા અરબાઝ ની ગર્લફ્રેન્ડ તરીકે જ જોવા માં આવતી હતી હવે તેને કોઈની ગર્લફ્રેન્ડ બની ને નથી રહેવું તે આના માટે અહીં નહોતી આવી.