સાઉથ સિનેમાથી લઈને હિન્દી સિનેમા સુધી પોતાની અભિનય કુશળતા ફેલાવનાર અભિનેત્રી મૃણાલ ઠાકુરને કોઈ ઓળખની જરૂર નથી 

મૃણાલ ઠાકુરની લેટેસ્ટ ફિલ્મ 'હૈ નન્ના' માં તેની સાથે સાઉથ સુપરસ્ટાર નાની છે.

આ ફિલ્મ રિલીઝ થયા બાદ હવે મૃણાલ વિદેશમાં વેકેશન ટ્રિપ પર ગઈ છે.

મૃણાલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરીમાં તેના વેકેશન ના કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે.

આ સ્ટોરી ના એક ફોટોમાં અભિનેત્રી 'હેરી પોટર' ફેમ અભિનેતા ડેનિયલ રેડક્લિફ સાથે જોવા મળી રહી છે.

ડેનિયલ રેડક્લિફ એ માસ્ક પહેરીને  મૃણાલ સાથે સેલ્ફી ક્લિક કરી હતી

મૃણાલ ની ફિલ્મ હૈ નન્ના બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ છે અને દર્શકો તરફથી ઘણી પ્રશંસા મેળવી રહી છે.

આ ફિલ્મ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ ઉપરાંત હિન્દીમાં પણ રિલીઝ થઈ છે.