ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પ્રિય પુત્રી આરાધ્યા બચ્ચન ખૂબ જ લોકપ્રિય સ્ટાર કિડ છે. 

આરાધ્યા ઘણીવાર તેની મમ્મી ઐશ્વર્યા સાથે જાહેર કાર્યક્રમો અને એરપોર્ટ પર જોવા મળે છે.

આ સમય દરમિયાન, આરાધ્યા હંમેશા તેની હેર સ્ટાઇલ ને કારણે ટ્રોલ થતી રહે છે. 

પરંતુ ગઈકાલે સાંજે આરાધ્યા એ તેના લુક થી ટ્રોલર્સ ની બોલતી બંધ કરી હતી 

ગઈકાલે સાંજે આરાધ્યા બચ્ચન ની સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ નો એન્યુઅલ ડે ફંક્શન હતું 

આરાધ્યા તેના સ્કૂલ ફંક્શનમાં એકદમ અલગ દેખાતી હતી.

આ દરમિયાન આરાધ્યા બદલાયેલી હેર સ્ટાઇલ સાથે સ્ટેજ પર ફૂલ મેક-અપમાં પરફોર્મ કરતી જોવા મળી હતી. 

આરાધ્યાના સ્કૂલના પરફોર્મન્સના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને નેટીઝન્સ તેના લુક્સના વખાણ કરતા થાકતા નથી.