રિપોર્ટ મુજબ પીએમ મોદી એ તૈયાર કરેલી યાદી માં અભિનેત્રી માધુરી દીક્ષિત નું નામ સામેલ છે.માધુરી  પણ શ્રી રામ મંદિરના કાર્યક્રમમાં મહેમાન તરીકે ભાગ લેવા જઈ રહી છે. 

આ યાદીમા સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન નું પણ નામ સામેલ છે. જો અહેવાલોનું માનીએ તો તેમને પણ  આ ભવ્ય કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

સાઉથ સુપરસ્ટાર રજનીકાંત પણ શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહનો ભાગ બનવાના છે. સરકાર દ્વારા રજનીકાંતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે

આ યાદીમાં બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારનું નામ પણ છે. જે શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લઈ શકે છે.

ફિલ્મ ડંકીના દિગ્દર્શક રાજકુમાર હિરાનીને પણ આ ભવ્ય કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સિવાય બોલિવૂડ ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી ને પણ આ ખાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે 

ડિરેક્ટર સંજય લીલા ભણસાલીને પણ સરકાર દ્વારા શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફથી, સરકારે શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે કંટારા ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક ઋષભ શેટ્ટીને આમંત્રણ મોકલ્યું છે.