પથરી માટે આયુર્વેદિક ઉપચાર ( ભાગ ૨ ).

જુનો ગોળ અને હળદર છાસમાં

મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે. 

કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.

કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી  

 સવારે મસળી ગાળી એ પાણી 

રોજ સવારે પીવાથી પથરી મટે છે.

કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી મટી જાય છે

અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.

ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપડી સુરોખાર નાંખી

 ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભુકો થઈ જાય છે.

મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે.

મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી

 તેની ભસ્મ બનાવી ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ

 પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો.   

પથરી માટે આયુર્વેદિક ઉપચાર ( ભાગ ૧ ).

Arrow